સંધ્યા ચારેય વર્ણો માટે
પુરાણોક્ત સન્ધ્યોપાસના (સ્ત્રી,અનુપનીત, શુદ્ર દરેક માટે) (પોતી. ઉપવસ્ત્ર પહેરીને સંપ્યા કરવી.) સંધ્યા કરવા માટેની સામગ્રી -:- પંચપાત્ર : તાંબાનો કળશ, પવાલુ,તરભાણુ, આચમની અર્ધપાત્ર, હાથ ધોવા માટેની થાળી, નેપકીન, ત્રણ દર્ભ,ભસ્મ, આસન,પુષ્પ (૧) જલ અભિમંત્રણ -:- જલ પાત્રમાં અનામિકાને સ્પર્શ કરવો. ગંગે ચ યમુનેશ્ચેવ ગોદાવરી સરસ્વતી । નર્મદે સિન્ધુ કાવેરી જલેસ્મિન સંન્નિધિમ્ કૂરુ ।। મત્સ્ય મુદ્રા, ગાયના આંચળની મુદ્રા અને જમણા હાથથી પાત્રને ઢાંકીને આઠવાર “વં” બીજ મંત્રથી અભિમંત્રિત કરવું (૨) ભસ્મધારણ : - ડાબા હાથમાં જળ મિશ્રિત ભસ્મ કરી લો. બંને ની ત્રણે આંગળીઓમાં ભસ્મ લઈ સૂર્ય સામે રાખીને નમઃ શિવાય બોલવું. નીચે પ્રમાણે ભસ્મ લગાવવી. - ઈશાનાય નમઃ । - કપાળ પર બંને ભ્રમર સુધી બાર આંગળ લાંબુ ત્રિપુંડ ભસ્મથી કરવું. (જમણા હાથની ત્રણ આંગળી અને ડાબા હાથની ત્રણ આંગળીઓ વડે) - તત્પુરુષાય નમઃ । ગળા પર - અઘોરાય નમઃ - જમણા હાથ પર - વામદેવાય નમઃ। - ડાબા હાથ પર -સદ્યોજાતાય નમઃ । - હ્રદય પર (૩) તિલક : કપાળમાં ચંદનનું તિલક કરવું. (૪) હસ્તપ્રક્ષાલન = બાજુના વધારાના વા...