સંધ્યા ચારેય વર્ણો માટે

 પુરાણોક્ત સન્ધ્યોપાસના (સ્ત્રી,અનુપનીત, શુદ્ર દરેક માટે)


(પોતી. ઉપવસ્ત્ર પહેરીને સંપ્યા કરવી.)


સંધ્યા કરવા માટેની સામગ્રી -:- પંચપાત્ર : તાંબાનો કળશ, પવાલુ,તરભાણુ, આચમની અર્ધપાત્ર, હાથ ધોવા માટેની થાળી, નેપકીન, ત્રણ દર્ભ,ભસ્મ, આસન,પુષ્પ


(૧) જલ અભિમંત્રણ -:- જલ પાત્રમાં અનામિકાને સ્પર્શ કરવો. 


ગંગે ચ યમુનેશ્ચેવ ગોદાવરી સરસ્વતી । 

નર્મદે સિન્ધુ કાવેરી જલેસ્મિન સંન્નિધિમ્  કૂરુ ।। 


મત્સ્ય મુદ્રા, ગાયના આંચળની મુદ્રા અને જમણા હાથથી પાત્રને ઢાંકીને આઠવાર “વં” બીજ મંત્રથી અભિમંત્રિત કરવું


(૨) ભસ્મધારણ :


- ડાબા હાથમાં જળ મિશ્રિત ભસ્મ કરી લો. બંને ની ત્રણે આંગળીઓમાં ભસ્મ લઈ સૂર્ય સામે રાખીને નમઃ શિવાય બોલવું. નીચે પ્રમાણે ભસ્મ લગાવવી.


- ઈશાનાય નમઃ । - કપાળ પર બંને ભ્રમર સુધી બાર આંગળ લાંબુ ત્રિપુંડ ભસ્મથી કરવું. (જમણા હાથની ત્રણ આંગળી અને ડાબા હાથની ત્રણ આંગળીઓ વડે) 


- તત્પુરુષાય નમઃ । ગળા પર 


- અઘોરાય નમઃ - જમણા હાથ પર


- વામદેવાય નમઃ। - ડાબા હાથ પર 


-સદ્યોજાતાય નમઃ । - હ્રદય પર


(૩) તિલક : કપાળમાં ચંદનનું તિલક કરવું.


(૪) હસ્તપ્રક્ષાલન = બાજુના વધારાના વાસણમાં હાથ ધોવા 


(પ) શિખા બંધનમ્ - શિક્ષા બાંધવી.

ચિદ્રપિણી મહામાયે  દિવ્યતેજ:  સમન્વિતે । 

તિષ્ઠ દેવી શિખા મધ્યે, તેજો વૃદ્ધિમ્ કુરુષ્વ મે ।। 


(૬) હસ્ત પ્રશાલન હાથ ધોવા.


(૭) આચમન - જમણા હાથની પ્રથમ અને અંગુઠાને ભેગા કરી હથેળી ના ખાડામાં એક આચમની પાણી લઈને આચમન કરો દરેક વખતે પાન કરવું. (હથેળીના અંતમાં કાપાના સ્થાનથી)

આત્મતીર્થ થી જ જલપાન કરવું, જેમાં અવાજ ન આવવો જોઇએ (૪ વખત)

હ્રીં આત્મતત્વં શોધયામિ નમ: સ્વાહા 

હ્રીં વિદ્યાતત્વં શોધયામિ નમ: સ્વાહા 

હ્રીં શિવતત્વં શોધયામિ નમ: સ્વાહા

હ્રીં સર્વતત્વં શોધયામિ નમ: સ્વાહા 


(૮) હસ્તં પ્રક્ષાલ્ય હાથ ધોઇ નાખવા


(૯) પ્રાણાયામ : (૩, ૩, ૩) આવર્તન કુલ નવ (છેલ્લી બે આંગળીઓથી અને અંગૂઠાનો ઉપયોગ) 

પૂરકઃ શ્વાસ, જમણા નસકોરાથી લેવી. એક વખત નમઃ શિવાય 

કુંભક : શ્વાસ રોકી ચાર વખત નમઃ શિવાય જાપ

રેચક - શ્વાસ ડાબા નસકોરાથી છોડો બે વખત નમઃ શિવાય 


(૧૦)હસ્ત પ્રક્ષાલન / હાથ ધોવા


(૧૧) સંકલ્પ :: જમણા હાથમાં કે ચમચી / આચમની મા જળ લેવું અને નીચે પ્રમાણે બોલવું. 


હ્રીં વિષ્ણુ ર્વિષ્ણુ ર્વિષ્ણુ અત્રાદ્ય મહામાંગલ્ય ફલપ્રદ માસોત્તમ માસ .......... માસે -......પક્ષે ......શુભ પુણ્ય તિથૌ.......

વાસરે...... ગોત્રોત્પન્નસ્ય .....  વેદાન્તર્ગત  ---... શાખાધ્યાયી ....... પ્રવરાન્વિતોહં......... અવટંકી......... મહોદસ્ય (પિતા) આત્મજ ....... શર્મા (નામ) મમોપાત્ત દુરિતક્ષયાર્થ દેવતાપૂજનાદિ અધિકાર પ્રાપ્તિ અર્થ પરમેશ્વર પ્રીત્યર્થં ચ પ્રાતઃ સંધોપાસનાખ્ય કર્મહં કરિષ્યે. 


(૧૨) આસનસિદ્ધિ - બંને હાથની ચાર આંગળીઓનો આસનને સ્પર્શ કરીને


પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વં વિષ્ણુના ઘૃતા । 

ત્વં ચ ધારય મામ્ દેવી પવિત્રં  કુરુચાસનમ્ ॥ 

હ્રીં આધારશક્ત્યૈ નમઃ (નમસ્કાર)


(૧૩) દિક્ષણમ્ = ચારે દિશાઓનું રક્ષણ ડાબા હાથમાં અને (ચોખા) અથવા જળ લઈને જમણી હાથ ઢાંકીને વિષમ ઘડી દિશામાં ફેંકવા 


અપસર્પન્તુ તે ભૂતા યે ભૂતા ભૂમિસંસ્થિતા । 

યે ભૂતા વિઘ્નકર્તાર સ્તેનશ્યન્તુ શિવાજ્ઞયા ।। 


જમણા પગની પાણી  ૩ વાર ઈશાન ખૂણામાં પછાડવી સાથે ત્રણ (બે આંગળીથી) તાલી આપવી.


(૧૪) પવિત્રીકરણમ્ : ડાબા હાથમાં જળ લઇ જમણાં હાથથી આખા શરીર પર છંટકાવ કરી પવિત્રીકરણ ની ભાવના કરવી


અપવિત્ર: પવિત્રોવા સર્વાવસ્થામ્ ગતોપિવા । 

ય: સ્મરેત પુણ્ડરીકાક્ષં સ બાહ્યાભ્યન્તર: શુચિ: ।। 


(૧૫) જલઅભિમંત્રણ :  જલ ના પવાલા પંચપાત્રમાં અનામિકાને સ્પર્શ કરવો. 


ગંગે ચ યમુનેશ્ચેવ ગોદાવરી સરસ્વતી । 

નર્મદે સિન્ધુ કાવેરી જલેસ્મિન સંન્નિધિમ્  કૂરુ ।। 


મત્સ્ય મુદ્રા, ગાયના આંચળની મુદ્રા અને જમણા હાથથી પાત્રને ઢાંકીને આઠવાર “વં” બીજ મંત્રથી અભિમંત્રિત કરવું


(૧૬) કુશત્રયેણ -:- ૩ દર્ભ ને નમઃ શિવાય બોલીને ત્રણ વખત જમીન પર પવાલાના પાણીથી છંટકાવ કરવો અને તે પછી જમીન પરથી માથા પર સાત વાર નમઃ શિવાય મંત્ર સાથે પ્રોક્ષણ (છાંટવું) કરવું


(૧૭) વિનિયોગ : આચમની મા જલ રાખી 

અસ્ય શ્રી નમ: શિવાય ઇતિ પંચાક્ષરી મંત્રસ્ય વામદેવર્ષિ: પંક્તિશ્છન્દ: ઈશાનો દેવતા । મંત્ર સન્ધ્યાર્થમ્ સર્વ કર્મસુ ચ વિનિયોગ:।। 


જમણા હાથમાં એક ચમચી જલ ભરીને જળ લઈ તરભાણામાં જ મૂકવું . 


પંચાક્ષરી મંત્રસ્ય વામદેવસ્ય  ઋષયે નમઃ । માથા પર (મધ્યમાં, અનામિકા અને અંગુઠાથી સ્પર્શ)


પંક્તિછંદે નમ:  મુખ પર 


ઈશાનો દેવતાયૈ નમો - હૃદય પર


મંત્રસન્ધ્યાહા  સર્વ કર્મસુ ચ વિનિયોગાય નમઃ - માથાથી પગ સુધી બધા જ અંગો પર


(૧૮) ન્યાસ :


ન અંગુષ્ઠાભ્યામ્ નમઃ  – પ્રથમ આંગળીથી અંગુઠાના મૂળથી ઉપર તરફ સ્પર્શ 


મં તર્જનીભ્યાં નમઃ - અંગુઠાથી પ્રથમ આંગળીના મૂળથી ઉપર તરફ સ્પર્શ,


શિમ્ મધ્યમામાભ્યામ્  નમઃ - અંગુઠાથી બીજી આંગળીના મૂળથી ઉપર તરફ સ્પર્શ.


વામ્ અનામિકાભ્યાં નમ – અંગુઠાથી ત્રીજી આંગળીના મૂળથી ઉપર તરફ સ્પર્શ


યં કનિષ્ઠાભ્યાં નમઃ - અંગુઠાથી છેલ્લી આંગળીના મૂળી ઉપર સ્પર્શ. 


નમઃ શિવાય કરતલકર પૃષ્ઠાભ્યામ્ નમઃ । - બંને હાથની પાછળનો ભાગ ઘસવો.


નમ્ હૃદયાય નમઃ । - પ્રથમ, અનામિકા, અંગથી હૃદયને સ્પર્શ માં 


મં શિરસે સ્વાહા | - મસ્તક પર સ્પર્શ


શિમ્ શિખાયૈ  વષટ્ – શીખા પર સ્પર્શ


વામ્ કવચાય હુમ્ . – બંને ખભા પર બંને હાથ વડે કોસમાં સ્પર્શ 


યં નેત્રત્રયાય વૌષટ્  - બે આખ અને આજ્ઞાચક્ર સ્પર્શ 


નમઃ શિવાય અસ્ત્રાય ફટ્ / - ત્રણ ચપટી વગાડવી, વિષય ઘડી માથા પર હાથ ફેરવી. ત્રણ તાળી પાડવી તે આંગળીઓથી) 


(૧૯) અથ ધ્યાનમ્ ઃ- શિવજીનું ધ્યાન કરવું


મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ । 

જન્મમૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબન્ધનૈ: ।।


(૨૦) માનસોપચાર પૂજા :- લીંગ મૂદ્રા કરવી. (મૂળમાંથી ટોચ સુધી


લં પૃથ્વ્યાત્મકં ગંધં પરિકલ્પયામિ નમ: / અંગુઠાથી કનિષ્ઠાના મૂળથી ઉપર તરફ સ્પર્શ


હં આકાશાત્મકં પુષ્પં પરિકલ્પયામિ નમઃ । તર્જનીથી અંગુઠાના મૂળથી ઉપર તરફ સ્પર્શ.


યં વાયવાત્મકં ધૂપં પરિકલ્પયામિ નમઃ/  અંગૂઠાથી તર્જનીના મૂળથી ઉપર તરફ સ્પર્શ. 


રં વહ્ન્યાત્મકં દીપં પરિકલ્પયામિ નમ: / અંગૂઠાથી મધ્યમાંના મૂળથી ઉપર તરફ સ્પર્શ,


વં અમૃતાત્મકં  નૈવેદ્યં પરિકલ્પયામિ નમઃ / અંગૂઠાથી અનામિકાના મૂળથી ઉપર તરફ સ્પર્શ, 


સં સર્વોત્મકં તામ્બૂલાદિ સર્વોપચારાન રાજોપચારાન પરિકલ્પયામિ નમ:/બધી જ આંગળીઓ ભેગી કરવી અને નમસ્કાર કરવા.


(૨૧) અઘમર્ષણ :- ડાબા હાથમા જળ લઈ જમણો હાથ ઢાંકી "હંયંવંરંલં" ત્રણ વાર બોલીને પાણી  અભિમંત્રિત કરવું.


આ જળમાં અંગુઠો અને અનામિકાના પહેલા વેઢાને બોળીને સાતવાર નમઃ શિવાય બોલી મસ્તક પર સિંચન કરવું, વધેલું પાણી જમણા હાથમાં લઈ ડાબા નસકોરાથી સૂંઘવું, કુંભક કરવું. બધા જ પાપી ધોવાઈ રહ્યા છે તેવી ભાવના કરવી ત્યાર પછી જમણા નસકોરાથી શ્વાસ છોડવો આ જળને  ડાબી બાજુ જોયા વગર "ફટ" કરીને ફેંકી દેવું. 


(૨૨)હસ્ત પ્રક્ષાલ્ય હાથ ધોવા


(૨૩) આચમનમ્ = ફરીને ચાર વખત જળનું આચમન કરવું.


હ્રીં આત્મતત્વં શોધયામિ નમ: સ્વાહા 

હ્રીં વિદ્યાતત્વં શોધયામિ નમ: સ્વાહા 

હ્રીં શિવતત્વં શોધયામિ નમ: સ્વાહા

હ્રીં સર્વતત્વં શોધયામિ નમ: સ્વાહા 


(૨૪)હસ્ત પ્રક્ષાલનં -:-  હાથ ધોવા 


(૨૫) પ્રાણાયામ : આગળ પ્રમાણે


(૨૯) અર્ઘદાનમ્  (ચંદન, પુષ્પ, કંકું વાળુ જળ અર્ઘ્યપાત્રમાં રાખવું.)


હ્રીં યો દેવ: સવિતાસ્માકં મન: પ્રાણેન્દ્રિય ક્રિયા: । 

પ્રચોદયતિ તદ્ ભર્ગં વરેણ્યં સમુપાસ્મહે ।। 

શ્રી સૂર્યનારાયણાય નમ: ઇદં અર્ઘ્ય સમર્પયામિ । 


આ મંત્ર બોલી ત્રણવાર સૂર્ય ને અર્ધ્ય આપવું.


બંને હાથથી  આચમની અર્ધપાત્ર પકડીને સૂર્યનારાયણ સામે મસ્તિક સુધી રાખીને તરભાણામાં જળ છોડવુ. 

આત્મન : સમન્તાત  જલે ક્ષિપેત સૂર્ય મણ્ડલે શિવરુપં ધ્યાત્વા 


(૨૬) અથધ્યાનમ

મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ્ શરણાગતમ્ । 

જન્મમૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબન્ધનૈ:।।


૨૭ માનસોપચાર પૂજા -:-


લં પૃથ્વ્યાત્મકં ગંધં પરિકલ્પયામિ નમ: / અંગુઠાથી કનિષ્ઠાના મૂળથી ઉપર તરફ સ્પર્શ


હં આકાશાત્મકં પુષ્પં પરિકલ્પયામિ નમઃ । તર્જનીથી અંગુઠાના મૂળથી ઉપર તરફ સ્પર્શ.


યં વાયવાત્મકં ધૂપં પરિકલ્પયામિ નમઃ/  અંગૂઠાથી તર્જનીના મૂળથી ઉપર તરફ સ્પર્શ. 


રં વહ્ન્યાત્મકં દીપં પરિકલ્પયામિ નમ: / અંગૂઠાથી મધ્યમાંના મૂળથી ઉપર તરફ સ્પર્શ,


વં અમૃતાત્મકં  નૈવેદ્યં પરિકલ્પયામિ નમઃ / અંગૂઠાથી અનામિકાના મૂળથી ઉપર તરફ સ્પર્શ, 


સં સર્વોત્મકં તામ્બૂલાદિ સર્વોપચારાન રાજોપચારાન પરિકલ્પયામિ નમ:


હ્રીં સૂર્યમણ્ડલસ્થાપ્યૈ શિવદેવતાયૈ નમ: / ઇતિ નમસ્કૃત્ય 


૨૮ મંત્રજાપ -:- 

હ્રીં યો દેવ: સવિતાસ્માકં મન: પ્રાણેન્દ્રિય ક્રિયા: । 

પ્રચોદયતિ તદ્ ભર્ગં વરેણ્યં સમુપાસ્મહે ।।


આ મંત્રનો ૧૦૮ વખત જપ કરવો તથા એક માળા નમ: શિવાય નો જાપ કરવો. (તથા ૨૭ વખત ફરીને હ્રદયાદિન્યાસ, ધ્યાન, પૂજા કરવી,


નં હ્રદયાય નમ:। 

મં શિરસે સ્વાહા  । 

શિમ્ શિખાયૈ વષટ્  । 

વામ્ કવચાય હુમ્   । 

યં નેત્રત્રયાય વષટ્  । 

નમ: શિવાય અસ્ત્રાય ફટ્  ।। 


૨૯ અથ ધ્યાનમ્ 


લં પૃથ્વ્યાત્મકં ગંધં પરિકલ્પયામિ નમ: / અંગુઠાથી કનિષ્ઠાના મૂળથી ઉપર તરફ સ્પર્શ


હં આકાશાત્મકં પુષ્પં પરિકલ્પયામિ નમઃ । તર્જનીથી અંગુઠાના મૂળથી ઉપર તરફ સ્પર્શ.


યં વાયવાત્મકં ધૂપં પરિકલ્પયામિ નમઃ/  અંગૂઠાથી તર્જનીના મૂળથી ઉપર તરફ સ્પર્શ. 


રં વહ્ન્યાત્મકં દીપં પરિકલ્પયામિ નમ: / અંગૂઠાથી મધ્યમાંના મૂળથી ઉપર તરફ સ્પર્શ,


વં અમૃતાત્મકં  નૈવેદ્યં પરિકલ્પયામિ નમઃ / અંગૂઠાથી અનામિકાના મૂળથી ઉપર તરફ સ્પર્શ, 


સં સર્વોત્મકં તામ્બૂલાદિ સર્વોપચારાન રાજોપચારાન પરિકલ્પયામિ નમ:


(૩૦) જ૫ નિવેદનમ્ -:-  જમણા હાથમાં જળ લઈને


અનેન સન્ધ્યોપાસના અંગીભૂત ગાયત્રી જ૫ સહિત મૂલ મંત્ર જપ કર્મણા તેન શ્રી સૂર્યનારાયણં પ્રીયતામ ન મમ


(૩૧)નમસ્કાર


હ્રીં  મિત્રાય નમઃ ।   હ્રીં રવયે નમઃ । હ્રીં સૂર્યાય નમઃ ।

હ્રીં  ભાનવે નમઃ । હ્રીં  ખગાય નમઃ । હ્રીં પૂષ્ણે નમઃ ।

હ્રીં હિરણ્યગર્ભાય નમઃ । હ્રીં મરીચયે નમઃ । હ્રીં આદિત્યાય નમઃ । હ્રીં સવિત્રે નમઃ । હ્રીં અર્કાય નમઃ । હ્રીં ભાસ્કરાય નમઃ ।


આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર, 

દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમો સ્તુતે ।। 

આદિત્યસ્ય નમસ્કારં યે કુર્વન્તિ દિને દિને, 

જન્માન્તરસહસ્રેષુ દારિદ્રયં નોપજાયતે ।। 


(૩૨) માનસ પૂજા


લં પૃથ્વ્યાત્મકં ગંધં પરિકલ્પયામિ નમ:

હં આકાશાત્મકં પુષ્પં પરિકલ્પયામિ નમઃ

યં વાયવાત્મકં ધૂપં પરિકલ્પયામિ નમઃ

રં વહ્ન્યાત્મકં દીપં પરિકલ્પયામિ નમ: 

વં અમૃતાત્મકં  નૈવેદ્યં પરિકલ્પયામિ નમઃ 

સં સર્વોત્મકં તામ્બૂલાદિ સર્વોપચારાન રાજોપચારાન પરિકલ્પયામિ નમ:


અનેન પ્રાત:/મધ્યાહ્ન/સાયં સંધ્યોપાસનાખ્યેન કર્મણા ભગવાન પરમાત્મા શ્રી સવિતુ સૂર્યનારાય પ્રિયન્તામ ન મમ ||


(૩૩) સંધ્યા અર્પણ : એક આચમની જળ ભાણામાં મૂકવું.


(૩૪) ક્ષમાપના :


યદક્ષરં પદભ્રષ્ટં માત્રાહમાત્રાહિનં ચ યદ્ભવેત્ । 

તત્સર્વં ક્ષમ્યતામ્ દેવ પ્રસીદ પરમેશ્વર ।। 

ગતં પાપં ગતં દુખં ગતં દારિદ્રય મેવ ચ । 

આગતા સુખ સમ્પત્તિ પુણ્યોહં તવ દર્શનાત્ ।। 

રક્ષ રક્ષ મહાદેવ રક્ષ ત્રૈલોક્ય રક્ષક । 

ભક્તાનામ્ અભયં કર્તા ત્રાતા ભવ ભવાર્ણવાત્ ।। 


એક ચમચી પાણી લઈને ભૂમિ પર ત્રિકોણનો એક ખૂણો તમારી તરફ રહે તેમ ત્રણવાર ત્રિકોણ દોરો. છેલ્લી આંગળીથી બંધુ જળ ભેગુ કરી અને અંગુઠાથી કપાળમાં ૩ વાર તિલક કરવું.


દેવરાજ ઈન્દ્રાય નમઃ


(૩૫) ગોત્રોચ્ચાર : _____ ગૌત્રોત્પન્નસ્ય ___વેદાન્તર્ગત ____ શાખાધ્યાયિન: ___પ્રવરાનાન્વિતોઽહં ____ અવંટકી _____ મહોદસ્ય આત્મજ______શર્મા ભોઃ ઈશ્વર ત્વાં અભિવાદયે । ભોઃ ગુરૂ ત્યાં અભિવાદયે । ભોઃ આચાર્ય ત્યાં અભિવાદયે ॥


|| હરિ ૐ તત્સતુ ઈતિ ||

Comments

Popular posts from this blog

Copyright

सूर्य संबंधित कार्य

भूत प्रेत