Posts

Showing posts from July, 2026

वर्धापनदिन विधान

 ॥ अथ वर्धापनविधिः ॥ આ વિધિ બાળકના જન્મથી એક વર્ષપર્યંત પ્રત્યેક માસે જન્મ-તિથિના દિવસે કરવો, અને તે પછી પ્રત્યેક વર્ષે વર્ષગાંઠના દિવસે કરવો. બાલ્યાવસ્થા હોય ત્યાંસુધી પિતાએ ને તે પછી તેણે પોતાની જાતે કરવો. ॥ अथ वर्धापनप्रयोगः ॥ પોતાના બાળકની જન્મતિથિના દિવસે માતાપિતાએ ઉત્સાહપૂર્વક મંગલસ્નાન કરી, યથાવૈભવ વસ્ત્રાલંકાર ધારણ કરી, રંગાદિ વડે અલંકૃત કરેલી પવિત્રભૂમિમાં પૂજનસાહિત્ય પાસે લઈ, તથા મંગલસ્નાન કરાવી વસ્ત્રાલંકારથી શણગારેલા પોતાના બાળકને માતાએ પોતાની પાસે લઇ, સ્ત્રીપુરુષે પોતાનાં આસનો ઉપર બેસવું, ને તે પછી આચમન-પ્રાણાયામ કરી, નીચે પ્રમાણે બોલી સંકલ્પ કરવોઃ– अत्राद्य महामाङ्गल्यप्रदे अमुकमासे अमुकपक्षे अमुकतिथौ अमुक-वासरे अस्य बालस्यायुष्याभि- वृद्धयर्थं वर्धापनाख्यं कर्म करिष्ये ॥ આ ક્રિયા પોતાની મેળે કરવાની હોય તો ममायुष्याभिवृद्ध्यर्थं ઉચ્ચારણ કરવુ -  તે પછી તેના અંગભૂત કર્મો ગણપતિપૂજન તથા પુણ્યાહવાચન કરવાનો સંકલ્પ નીચે પ્રમાણે બોલીને કરવોઃ- तत्र निर्विघ्नतासिद्धयर्थं गणपतिपूजनं पुण्याहवाचनं च करिष्ये ॥ પછી આચાર્ય આજ્ઞાનુસાર ગણપતિપૂજન અને પુણ્યાહવાચન વિધિ કરવી. પછી એક ...