वर्धापनदिन विधान

 ॥ अथ वर्धापनविधिः ॥


આ વિધિ બાળકના જન્મથી એક વર્ષપર્યંત પ્રત્યેક માસે જન્મ-તિથિના દિવસે કરવો, અને તે પછી પ્રત્યેક વર્ષે વર્ષગાંઠના દિવસે કરવો.


બાલ્યાવસ્થા હોય ત્યાંસુધી પિતાએ ને તે પછી તેણે પોતાની જાતે કરવો.


॥ अथ वर्धापनप्रयोगः ॥


પોતાના બાળકની જન્મતિથિના દિવસે માતાપિતાએ ઉત્સાહપૂર્વક

મંગલસ્નાન કરી, યથાવૈભવ વસ્ત્રાલંકાર ધારણ કરી, રંગાદિ વડે અલંકૃત કરેલી પવિત્રભૂમિમાં પૂજનસાહિત્ય પાસે લઈ, તથા મંગલસ્નાન કરાવી વસ્ત્રાલંકારથી શણગારેલા પોતાના બાળકને માતાએ પોતાની પાસે લઇ, સ્ત્રીપુરુષે પોતાનાં આસનો ઉપર બેસવું, ને તે પછી આચમન-પ્રાણાયામ કરી, નીચે પ્રમાણે બોલી સંકલ્પ કરવોઃ–


अत्राद्य महामाङ्गल्यप्रदे अमुकमासे अमुकपक्षे अमुकतिथौ अमुक-वासरे अस्य बालस्यायुष्याभि- वृद्धयर्थं वर्धापनाख्यं कर्म करिष्ये ॥


આ ક્રિયા પોતાની મેળે કરવાની હોય તો ममायुष्याभिवृद्ध्यर्थं ઉચ્ચારણ કરવુ - 


તે પછી તેના અંગભૂત કર્મો ગણપતિપૂજન તથા પુણ્યાહવાચન કરવાનો સંકલ્પ નીચે પ્રમાણે બોલીને કરવોઃ-


तत्र निर्विघ्नतासिद्धयर्थं गणपतिपूजनं पुण्याहवाचनं च करिष्ये ॥


પછી આચાર્ય આજ્ઞાનુસાર ગણપતિપૂજન અને પુણ્યાહવાચન વિધિ કરવી.


પછી એક બાજોઠ ઉપર અથવા પાટલા ઉપર રેશમી વસ્ત્ર પાથરી તેના ઉપર પંક્તિરૂપે ચોખાની બેંતાલીશ ઢગલીઓ કરી, તે પર સોપારીઓ મૂકી નીચે પ્રમાણે નામમંત્રો બોલીને તે તે દેવોનું આવાહન કરવું. એ મંત્રો બોલીને તે પર અક્ષત અથવા પુષ્પ નાંખવાં-


અનુપનિત,અનાધિકારી અને સ્વધર્મથી ભ્રષ્ટ લોકોએ પ્રણવમંત્ર નું ઉચ્ચારણ ન કરવું માત્ર નામમંત્ર થી પૂજા કરવી -


गणपतये नमः ॥१॥ 

दुर्गायै नमः ॥२॥ 

कुलदेवतायै नमः ॥३॥ 

गुरुभ्यो नमः ॥४॥ 

प्रजापतये नमः ॥५॥ 

विष्णवे नमः ॥६॥ 

महेश्वराय नमः ॥७॥ 

अग्नये नमः ॥८॥ 

विप्रेभ्यो नमः ॥ ९॥ 

मातृभ्यो नमः ॥१०॥ 

पितृभ्यो नमः ॥११॥ 

सूर्याय नमः ॥ १२॥ 

सोमाय नमः ॥१३॥ 

भौमाय नमः ॥१४॥ 

बुधाय नमः ॥१५॥ 

बृहस्पतये नमः ॥१६॥ 

शुक्राय नमः ॥१७॥ 

शनैश्चराय नमः ॥१८॥ 

राहवे नमः ॥१९॥ 

केतवे नमः ॥२०॥ 

पञ्चभूतेभ्यो नमः ॥२१॥ 

कालाय नमः ॥२२॥ 

युगाय नमः ॥२३॥ 

संवत्सराय नमः॥२४॥ 

अयनाय नमः ॥२५॥ 

ऋतवे नमः ॥२६॥ 

मासाय नमः ॥२७॥ 

पक्षाय नमः ॥ २८॥ 

जन्मतिथये नमः ॥ २९॥ 

जन्मर्क्षाय(नक्षत्राय)नमः ॥३०॥ 

जन्मयोगाय नमः ॥ ३१॥ 

जन्मकरणाय नमः ॥ ३२॥ 

जन्मराशये नमः ॥ ३३॥ 

जन्मलग्नाय नमः ॥३४॥ 

शिवायै नमः ॥३५॥ 

सम्भूत्यै नमः ॥३६॥ 

प्रीत्यै नमः ॥३७॥ 

सन्तत्यै नमः ॥३८॥ 

अनसूयायै नमः ॥३९॥ 

क्षमायै नमः ॥४०॥ 

वैष्णव्यै नमः ॥४१॥ 

भद्रायै नमः ॥४२॥


તે પછી તે પંક્તિઓની આગળ ચોખાની પંક્તિરૂપે ત્રણ નાનાં અષ્ટદળ કરી, તેમાં સોપારીઓ મૂકી, નીચે બતાવેલા ત્રણ નામમંત્રો વડે તે તે દેવોનું આવાહન કરવું:-


* षष्ठीदेव्यै नमः ॥ १॥ 

* मार्कण्डेयाय नमः ॥ २॥

* जम-दग्नये नमः ॥३॥


તે પછી તેનાથી પણ આગળના ભાગમાં ચોખાની આઠ ઢગલીઓ કરી, તે પર સોપારીઓ મૂકી, નીચે બતાવેલા નામમંત્રો ભણી તે તે દેવોનું આવાહન કરવું:-


व्यासाय नमः ॥ १॥ 

अश्वत्थाम्ने नमः ॥ २॥ 

परशुरामाय नमः ॥३॥ 

कृपाचार्याय नमः ॥४॥

बलये नमः ॥५॥  

प्रह्लादाय नमः ॥६॥  

हनुमते नमः ॥७॥ 

विभीषणाय नमः ॥८॥


તે પછી તેના આગળ પણ ચોખાની પંક્તિરૂપે આઠ ઢગલીઓ કરી, તે પર સોપારીઓ મૂકી, નીચેના નામમંત્રોવડે તે તે દેવોનું આવાહન કરવું:-


स्थानदेवतायै नमः ॥१॥  

वास्तुदेवतायै नमः ॥२॥  

क्षेत्रपालाय नमः ॥३॥  

पृथिव्यै नमः ॥४॥  

अद्भ्यो नमः ॥५॥  

तेजसे नमः ॥६॥ 

वायवे नमः ॥७॥  

आकाशाय नमः ।।८।


તે પછી તે સ્થાપન ફરતી દશે દિશાઓમાં પૂર્વ, અગ્નિ, દક્ષિણ નૈઋત, પશ્ચિમ, વાયવ્ય, ઉત્તર અને ઈશાન તથા ઈશાન અને પૂર્વન મધ્યે તથા નૈઋત અને પશ્ચિમની મધ્યે એમ ક્રમે ચોખાની ઢગલીઓ કરી, તે પર સોપારીઓ મૂકી, ઉક્ત ક્રમે તેમાં નીચેના નામમંત્રો બોલી દશે દિક્પાલોનું આવાહન કરવું:-


इन्द्राय नमः ॥१॥ 

अग्नये नमः ॥२॥ 

यमाय नमः ॥३॥  

निर्ऋतये नमः ॥४॥  

वरुणाय नमः ॥५॥  

वायवे नमः ॥६॥ 

कुबेराय नमः ॥७॥ 

ईशानाय नमः ॥८॥ 

ब्रह्मणे नमः ॥९॥  

अनन्ताय नमः ॥१०॥


એ પ્રમાણે દેવોનું આવાહન કરી, નીચેનો મંત્ર ભણી, તેમની પ્રતિષ્ઠા કરવીઃ-


मनो जूतिर्जुषतामाज्यस्य बृहस्पतिर्यज्ञमिमं तनोत्वरिष्टं यज्ञ..... प्रतिष्ठ। 


તે પછી ઉપર બતાવેલા દેવોના નામમંત્રો ભણી પૃથક્ પૃથક્ તે તે દેવોનું પૂજન કરવું, કિંવા સમસ્ત દેવોનું आवाहितदेवताभ्यो नमः એમ બોલી અનુક્રમે આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, પંચામૃતસ્નાન, શુદ્ધોદકસ્નાન, આચમન, વસ્ત્રોપવસ્ત્ર, યજ્ઞોપવીત, ચંદન, અક્ષત, પુષ્પ, અબીર, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્ય ને મુખવાસ (પાન, સોપારી, એલચી ને લવીંગ) અર્પણ કરવાં. તે પછી દક્ષિણા, પ્રદક્ષિણા, આરતી

અને મંત્રપુષ્પાંજલિ આદિથી પૂજન કરવું:-તે પછી નીચેના મંત્રો ભણી વર્ધાપન કર્મના મુખ્યદેવોની પ્રાર્થના કરવી:-


जगन्मातर्जगद्धात्रि 

जगदानन्दकारिणि । 

प्रसीद मम कल्याणि 

नमस्ते षष्ठिदेवते ॥१॥ 


आयुःप्रद महाभाग 

सोमवंशसमुद्भव । 

महातपोनिधिश्रेष्ठ 

मार्कण्डेय नमोऽस्तु ते ॥२॥ 


चिरञ्जीवो यथा त्वं भो 

भविष्यामि तथा मुने । 

रूपवान्वित्तवानायुः 

श्रिया युक्तश्च सर्वदा ॥३॥ 


मार्कण्डेय नमस्तेऽस्तु 

सप्तकल्पान्तजीवन । 

आयुरारोग्यसिद्ध्यर्थं 

प्रसीद भगवन्मुने ॥४॥ 


चिरञ्जीवो यथा त्वं भो 

मुनीनां प्रवरो द्विज । 

कुरुष्व मुनिशार्दूल 

तथा मां चिरजीविनं ॥५॥


जमदग्ने महाभाग 

महातेजोमयोज्ज्वल । 

आयुरारोग्यसिद्धयर्थ

मस्माकं वरदो भव ॥६॥


તે પછી નીચે પ્રમાણે બોલી, ઉત્તરસંકલ્પનું જલ મૂકી પૂજન પરિપૂર્ણ કરવું :


अनेन पूजनेन मार्कण्डेयाद्यावाहितदेवताः प्रीयन्ताम् ॥


તે પછી સર્વ ભૂતોને બલિદાન આપવા સારુ એક મૃત્તિકાના પાત્રમાં કિંવા પાંદડા ઉપર થોડી ખીર મૂકી, નીચે પ્રમાણે ભણી, તે બલિદાન દેવોના સ્થાનસમીપ મૂકવું:-


सर्वेभ्यो भूतेभ्यो नमः । इदं सर्वेभ्यो भूतेभ्यो न मम ।।


તે પછી એક હાથના પ્રમાણનું સ્થંડિલ કરી, તે ઉપર લૌકિકાગ્નિનું સ્થાપન કરી, ચંદન, અક્ષત ને પુષ્પથી તેનું પૂજન કરી, નીચે બતાવેલો મંત્ર ૨૮ વાર બોલી તે અગ્નિમાં ઘૃતમિશ્ર તલની આહુતિઓ આપવી:-

*षष्ठीदेव्यै नमः ॥२८॥*


તે પછી નીચે બતાવેલો મંત્ર ૨૮ વાર બોલી ઉપર પ્રમાણે

આહુતિઓ આપવી:–

*मार्कण्डेयाय नमः ॥२८॥*


તે પછી નીચે બતાવેલો મંત્ર ૨૮ વાર બોલી ઉપર પ્રમાણે

આહુતિઓ આપવી:-

*जमदग्नये नमः ॥२८॥*


તે પછી આગળ સ્થાપનમાં જે જે દેવોનું આવાહન કરેલું છે તે તે બધા દેવોના નામમંત્ર આગળ બતાવ્યા છે તે પ્રત્યેક મંત્ર એક એક વાર બોલી તે બધા દેવોને નિમિત્તે એક એક આહુતિ આપવી.તે પછી તે આહુતિઓ આપતાં વધેલા ઘીવાળા બધા તલની એક આહુતિ નીચે પ્રમાણે બોલીને આપવીઃ-


अग्नये स्विष्टकृते नमः (स्वाहा) । इदमग्नये स्विष्टकृते न मम ॥


તે પછી નીચેના નવ મંત્રો ભણી, માત્ર એકલા ઘીની નવ આહુતિઓ આપવી:-


भूः नमः (स्वाहा)। इदमग्नये न मम ॥१॥


भुवः नमः (स्वाहा) । इदं वायवे न मम ॥२॥


स्वः नमः (स्वाहा)। इदं सूर्याय न मम ॥३॥


अग्निवरुणाभ्यां नमः (स्वाहा)। इदमग्निवरुणाभ्यां न मम ॥४॥


अग्निवरुणाभ्यां नमः (स्वाहा)। इदमग्निवरुणाभ्यां न मम ॥५॥


अग्नये अयसे नमः (स्वाहा) । इदमग्नये अयसे न मम ॥६॥


वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो मरुद्भ्यः स्वर्केभ्यश्च नमः (स्वाहा)। इदं वरुणाय सवित्रे विष्णवे विश्वेभ्यो देवेभ्यो मरुद्भयः स्वर्केभ्यश्च न मम ॥७॥


वरुणायादित्यायादितये नमः(स्वाहा)। इदं वरुणायादित्यायादितये च न मम ।।८।।


प्रजापतये नमः (स्वाहा) । इदं प्रजापतये न मम ॥९॥


તે પછી સોનું, તલ, ચોખા, ઘી તથા બીજાં પણ પોતાની સંપતિ-શક્તિ અનુસાર અન્ન, વસ્ત્ર તથા દ્રવ્યાદિનાં પાત્રનાં બ્રાહ્મણને દાન આપવાં.


તે પછી બાળકના પિતાએ જમણા હાથની હથેળીમાં થોડું દૂધ લઈ તેમાં તલ અને ગોળ મિશ્ર કરી નીચેનો મંત્ર ભણી તે બાળક પી શકે એવું હોય તો તેને પાવું, નહિ તો તેની સુવાસ જ લેવરાવવી, અને મોટી વયનું બાળક હોય અથવા પોતાની વર્ષગાંઠને દિવસે પોતે જ આ વિધિ કરનાર મોટું માણસ હોય તો તેણે તે પ્રમાણે તે અંજલિનું ગોળ તથા તલમિશ્ર દૂધ નીચેનો મંત્ર પોતે બોલીને પી જવું:-


अञ्जल्यर्धमितं क्षीरं 

सतिलं गुडमिश्रितम् । 

मार्कण्डेयवरं लब्ध्वा 

पिबाम्यायुविवृद्धये ॥


તે પછી બાળકને હાથે ગર્ભપોટલિકા બાંધવાના સંપ્રદાય ચાલે છે. તેમાં ગુગળ, લીંબડાનું પત્ર, ધ્રો, હળદર અને ગોરુચંદન એ પાંચ વસ્તુઓ એક રેશમના લૂગડામાં મૂકી તેને સીવી લઇ, તેની પોટલી કરી બાળકને જમણે હાથે બંધાય છે, તે નીચેનો મંત્ર ભણી બાંધવીઃ-


यदाबध्नन् दाक्षायणा ......


 તે પછી બ્રાહ્મણોને દક્ષિણા આપી, આશીર્વાદ ગ્રહણ કરી.આવાહન કરેલા દેવોનું વિસર્જન કરી, નીચે પ્રમાषણે બોલી, ઉત્તરસંકલ્પ મૂકી પ્રયોગ‌ પૂર્ણ કરવો :- 


अनेन वर्धापनाख्यकर्मणा भगवान् श्रीपरमेश्वर: प्रीयतां न मम।।


विष्णवे नमः -३ 

देवराज इन्द्राय नमः 🙏 


*शिवसंकल्पमस्तु*


*पं० धवलकुमार शास्त्री गुजरात*

Comments

Popular posts from this blog

सूर्य संबंधित कार्य

भूत प्रेत

कर्णवेध संस्कार