પંચગવ્ય મહિમા
#પંચગવ્ય
#પંચગવ્ય_નિર્માણ_વિધિ -:- #પા૦સ્મૃ૦ ૧૧/૨૯
પોતાની વર્ણ ગાયત્રી થી પોતાના અધિકારીક મંત્ર ભણવા.
👉કાસ્યપાત્ર મા ૧ પલ / ૫૭ ગ્રામ ગૌમૂત્ર પધરાવવુ.
#ગંધદ્વારા૦
👉૫ થી ૬ ગ્રામ ગોબર (છાણ) લેવુ (અંગુષ્ઠાર્ઘ)
#આપ્યાયસ્વ૦
👉દેશી ગાયનુ દૂધ ૭ પલ/ ૪૦૦ ગ્રામ
#દધિક્રાવ્ણો૦
👉દેશી ગાયનુ દહી ૩ પલ / ૧૭૧ ગ્રામ
#તેજોસિ_શુક્રં૦
👉દેશી ગાયનુ ઘી ૧ પલ/૫૭ ગ્રામ
#દેવસ્યત્વા
👉કુશોદક પધરાવવુ
#આપોહિષ્ઠા૦
👉સારી રીતે હલાવી મિશ્રણ તૈયાર કરવુ
#માન્સ્તોકે૦
👉 પંચગવ્ય અભિમંત્રિત કરવુ
જો ઉપરના મંત્ર ખ્યાલ ના હોય તો માત્ર હ્રીં પ્રણવમંત્ર પ્રયોગ કરવો આ પંચગવ્ય થી હવન પણ કરી શકાય અને પાન પણ કરી શકાય છે.
आलोड्य प्रणवेनैव निर्मथ्य प्रणवेन तु।
उद्धृत्य प्रणवेनैव पिबेच्च प्रणवेन तु ।। #पा०स्मृ० ૧૧/૩૭
દેશી ગાય (જે ગાય ને ખૂન્ધ હોય છે જેમા સૂર્યનાડી રહેલી છે જેના કારણે દૂધ અમૃત બને છે,દેશી ગાય ની ઓળખાણ માટે અન્ય ઘણી બધી નિશાની છે)
દેશી ગાય ના દૂધ,દહી,ઘી,છાણ,ગૌમૂત્ર ના અનુપાનિત ચોક્કસ મિશ્રણ થી પંચગવ્ય નુ નિર્માણ કરવામાં આવે છે.જેમા થોડુ કુશાનુ (દર્ભ) નુ જળ પણ મિશ્ર કરવામાં આવે છે.
#गोमूत्रं_गोमयं_क्षीरं_दधि_सर्पिः_कुशोदकम् ।
#निर्दिष्टं_पञ्चगव्यं_तु_पवित्रं_पापनाशनम् ।।
આયુર્વેદ અને વ્યવહાર મા કુશોદક નુ પ્રચલન નથી પરંતુ પરમ પવિત્રતા માટે પંચગવ્ય મા કુશોદક મિશ્રણ કરવામાં આવે છે.જો કુશોદક મિશ્રણ કરવામાં આવે તો પંચગવ્ય નો પ્રભાવ અતુલનીય રીતે ચમત્કારીક બની જાય છે.
ખાસ કરીને કપિલા ગાય ના જ પાચેય દ્રવ્યરસ પ્રાપ્ત થાય તો સર્વશ્રેષ્ઠ બની જાય છે. (કપિલા ગાય -:- પ્રાચીન કાળ મા જેનુ સંપૂર્ણ શરીર ધવલ (શ્વેત) હોય,ચારેય પગ સફેદ ચમકદાર હોય એ સમસ્ત પાપો ને નષ્ટ કરનારી જ કપિલા ગાય ગણવામા આવી છે.તેમ છતા અપવાદ રુપે ક્યાક ક્યાક મધુ પિન્ગલ વર્ણી ગાય ને જ કપિલા ગાય ગણવામા આવી છે, પણ આ ભૂરી અથવા તામ્રવર્ણી ગણાશે.)
सर्वतः शुक्लवर्णा या पादेषु विशेषतः ।
कपिला सा तु विज्ञेया सर्वपापप्रणाशिनी ।।
વૈકલ્પિક રીતે કૃષ્ણા ગાય નુ ગૌમૂત્ર,ગૌરી ગાયનુ ગોબર (છાણ),
તામ્રવર્ણી ગાય નુ દૂધ, લાલ ગાયનુ દહી અને કપિલા ગાયનુ ઘી લેવામા આવે છે.
પંચગવ્ય મા દેવતાઓનો નિવાસ હોય છે.
ગૌમૂત્ર મા વરુણ દેવતા -:-
ગોબર (છાણ) મા અગ્નિદેવતા -:-
દેશી ગાય ના દહી મા વાયુ દેવતા -:-
દેશી ગાયના દૂધ મા ચંદ્ર દેવતા -:-
દેશી ગાયનાં ઘી મા સૂર્ય દેવતા -:-
આવુ પંચગવ્ય નુ પ્રાશન કરવાથી ત્વચા, હાડકા અને ઉદરમાં સ્થિત પાપ બળીને ભસ્મ થઈ જાય છે.અભક્ષ્ય શુદ્ધિ,અપેય શુદ્ધિ, ધર્માન્તરણ શુદ્ધિ નુ દિવ્ય ઔષધ પંચગવ્ય જેવુ આ બ્રહ્માંડ મા બીજુ કાઇ નથી.
ગાવો મે અગ્રત: સન્તુ ગાવો મે સન્તુ પૃષ્ઠત:।
ગાવો મે હ્રદય: સન્તુ ગવામ્ મધ્યે વસામ્યહમ્ ।।
ગવે નમ: __/\__
ગવાભ્યામ્ નમ: __/\__
ગોભ્ય: નમ: __/\__
#પં૦ધવલકુમારશાસ્ત્રી
Comments
Post a Comment