મહાભારત યુદ્ધ ભોજન વ્યવસ્થા
મહાભારતનાં યુદ્ધમાં કોણ બનાવતું હતું લાખો સૈનિકોનું ભોજન? આજથી આશરે પાંચ હજાર વર્ષ પૂર્વે કુરુક્ષેત્રનાં મેદાનમાં હસ્તિનાપુરના જ એક ઘરના બે પરિવારો વચ્ચે લડાયેલું મહાભારતનું યુધ્ધ વિશ્વના ઇતિહાસની એક અજોડ ઘટના હતી. કૌરવ પક્ષની ૧૧ અક્ષૌહિણી સેના અને પાંડવ પક્ષની ૭ અક્ષૌહિણી સેના વચ્ચે થયેલું આ ૧૮ દિવસના યુધ્ધની ભયાનકતાનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. આશરે ૫૦,૦૦,૦૦૦ યોદ્ધાઓ રણભૂમિ પર ઉતર્યા હતા! આટલા માણસોનાં ભોજનનું શું? આવો પ્રશ્ન કદાચ તમારા મનમાં કદી જાગ્યો નહી હોય. જાગ્યો હશે તો પણ તેનો ઇચ્છીત જવાબ નહી મળ્યો હોય. સવાલ ખરેખર સ્વાભાવિક છે અને પેચીદો પણ! દરરોજ આટલા યોદ્ધાઓને ખવડાવવું શું? રણભૂમિ હસ્તિનાપુરથી જોજનો દૂર હોવાને નાતે સ્વાભાવિક છે કે ઘરેથી તો ભોજન ના આવતું હોય! ભોજનની વ્યવસ્થા તો રણમેદાનમાં જ કરવી પડે. આટલા સૈનિકોને ખાવાનું પૂરું પાડવું એ કંઈ ખાવાના ખેલ તો હતા નહી! યુધ્ધની શરૂઆતમાં સૈનિકોનો આંકડો ૫૦ લાખનો હતો. વળી, દરેક દિવસે હજારો સૈનિકો યુધ્ધમાં મૃત્યુ પામે. એટલે દરરોજ જીવતા રહેલા સૈનિકોની સંખ્યા પ્રમાણે ભોજનમાં પણ ફેરકાર કરવો પડે. દરરોજ ...